કહેવત પાના નં. 1

કહેવતો | Gujarati kahevat

Gujarati kahevat -1

કદી ના કરવી કોઈ ને આશ,
પારકી આશ સદા નિરાશ.
બોલે એના ખપતા બોર,
ખાય મફતનું એ છે ચોર.
બોલી બગાડે એ અવગુણ,
નહિ બોલવામાં નવ ગુણ.
ખાડો ખોદે એ જ પડે છે,
જેવા થી તેવાય જડે છે.
ફરે તે ચારે ને બાંધ્યું ભૂખે મારે.
ચેતતો નર સદા સુખી.
અન્ન એવો ઓડકાર.
કજિયાનું મૂળ હાંસી ને રોગ નું મૂળ ખાંસી.
કડવું ઓસડ માં જ પાય.
જાગ્યા ત્યારથી સવાર.
જેટલા ભોગ તેટલા રોગ.
જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ.
દુ:ખનું ઓસડ દહાડા.
ધીરજના ફળ મીઠા.
પહેલું સુખ તે જાતે નર્યા.
મન ચંગા તો કથરોટમેં ગંગા.
વાવે તેવું લણે.
જોશીના પાટલે ને વૈદ ના ખાટલે.
ધરડાં ગાડા વાળે રાજ,
એમ બધાની રાખે લાજ.
અભણ આંધળું એક ગણાય,
બહેરાથી બહેરું કુટાય.
  કહેવતો પાના નં. 1 અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.
GD Star Rating
loading...
કહેવત પાના નં. 1, 8.1 out of 10 based on 67 ratings

તમને આ પણ ગમશે:

Tags: ,

Trackback from your site.

Comments (1)

  • Avatar

    Kiran

    |

    Kahevato are good but i would like to request you that if it is possible for you then give meaning or example of it.

    Reply

Leave a comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)