ચાણક્ય નીતિ પાના નં. ૨

Written by જયશ્રી on. Posted in ચાણક્ય નીતિ, સુવિચાર

chanakya niti

જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે.
મિત્રતા એવા સ્થાનના લોકો સાથે કરવી જોઈએ જ્યાં ભય, શરમ, ચતુરતા અને ત્યાગ જેવા ગુણો હોય, નહીતર એ દેશ અથવા એવા લોકો પાસે રહેવું ઉચિત નથી.
જ્ઞાન જો હલકી કોટિના પ્રાણીથી પણ મળતું હોય તો તેને ગ્રહણ કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.
જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે.
ગાંડા, બુદ્ધિહીન માણસથી હંમેશા દૂર રહો, આવા લોકો પશુ સમાન હોય છે. ખરાબ સંગતથી દૂર રહો અને અજ્ઞાનીને પોતાની પાસે ન આવવા દો.
પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે.
જે જગ્યાએ ઝઘડો થતો હોય તે સ્થળે કદાપી ઉભા ન રહેવું. ઘણીવાર આવા ઝઘડા - લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે.
જો ભયંકર દુષ્કાળ પડે તો આવા પ્રસંગે કોઈ બદમાશ - ગુંડાની મિત્રતા કરવાથી લાભ થાય છે. કારણ કે બદમાશ - ગુંડો પોતાની શક્તિના બળે ગમે ત્યાંથી ભોજન મેળવી લે છે અને પોતાના મિત્રોને પણ ખવડાવે છે.
દરેક માનવીએ વાસ્તવિકતાનો સહારો લેવો જ જોઈએ. કલ્પના કરી માઠા પરિણામો વિશે વિચારી પોતાનું લોહી બાળવું જોઈએ નહીં.
કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહી.
કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે, તેઓ અવશ્ય સફળ થાય છે અને સદા સુખી રહે છે.
જો ધનનો નાશ થઇ જાય, મનની શાંતિ હણાઈ જાય, સ્ત્રી ચરિત્રહીન હોવાની શંકા હૃદયમાં આગ લગાવતી હોય.......આ બધી વાતો બુદ્ધિમાન પુરુષો બીજાને નથી કહેતા. જે માનવી આવું કરવાની ભૂલ કરે છે, લોકો તેની હાંસી ઉડાવે છે.
ધર્મમાં લેવડ - દેવડ અને વ્યાપારમાં હિસાબ - કિતાબ, વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા - પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે.
સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઇ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે.
ચાણક્ય નીતિ પાના નં. ૨ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.
GD Star Rating
loading...
ચાણક્ય નીતિ પાના નં. ૨, 8.7 out of 10 based on 176 ratings

તમને આ પણ ગમશે:

Tags: , , , , , , , ,

Trackback from your site.

Comments (10)

 • nishantbhai

  |

  pls send chanakya niti ewrey day my email id

  Reply

 • Vipul Desai

  |

  really its so amazing. I like it..

  Reply

 • Ajay Pansuria

  |

  This is one of the best website to improve your knowledge and thought in your life.
  Keep posting knowledge base things on this website.
  I really appreciate your efforts for making such a nice website.
  Thanks.

  Reply

 • kherbhagvan

  |

  chanyaka niti sent મય emilaccount

  Reply

 • shashikant patel

  |

  દરરોજ આવા વાક્યો મોકલશો તો ગમશે

  Reply

 • Kuldeep

  |

  it awsome……………….. More than words….

  Reply

 • Bhavesh Dharsandiya

  |

  દરરોજ આવા વાક્યો મોકલો તો જરૂર ગમશે.

  Reply

 • JADVANI NIRALI

  |

  સરસ છે વાચવા જેવું છે

  Reply

Leave a comment


Press Ctrl+G to change language to English/Gujarati.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

(C) All Rights Reserved. ટહુકાર