ચાણક્ય નીતિ પાના નં. 1

ચાણક્ય નીતિના કેટલાક સુત્રો:chanakya niti - chanakya neeti

જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો.
મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ.
મુર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલાજ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને.
સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ.
વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે.
દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.
મોટામાં મોટો ગુરુ મંત્ર છે : કોઈ સાથે તમારું રહસ્ય ન વહેચો. એ તમારો વિનાશ નોતરી શકે છે.
તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો : "હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઇ શકીશ? જયારે તમે આ પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉતર મેળવી શકો
પછીજ એ કાર્યની શરૂઆત કરો.
એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે.
ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે.
તમે કોઈ કાર્યની શરૂઆત કરો, તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મુકો. જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે.
ભગવાન મૂર્તિઓમાં નથી. તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. આત્મા મંદિર સમાન છે.
તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહિ. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી.
પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.
શિક્ષણ એ સાચો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે. શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે.

ચાણક્ય નીતિ વિશેના સુવિચાર અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

GD Star Rating
loading...
ચાણક્ય નીતિ પાના નં. 1, 8.8 out of 10 based on 389 ratings

તમને આ પણ ગમશે:

Leave a Reply

 1. મહેરબાની કરી આ પેઈજ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આપો. તો આ લેખ વધુ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

 2. સરસ મજાના વાક્યો લખો છો મને ગમ્યું . મને ફેસ બૂક પર મોકલશો તો આભારી થઈશ

 3. મનુસ્ય એ ઈશ્વરે સર્જેલી એક મહાન કલા કૃતિ છે.

  સુખ અને ગરીબાય એ જીવન રૂપી નદીના બે કિનારા છે .

  ચોર જગત માં કોય નથી સમય સાચો ચોર છે .

  એક સુવિચાર અનેક ખરાબ વિચાર ને દુર કરે છે .

 4. જીંદગી એવી ન જીવો કે લોકો ફિરયાદ કરે , જીંદગી અેવી જીવો કે લોકો ‘ફરી’ ‘યાદ’ કરે ….

  કેોિશક શામપરા ( ૨૫૦૧ )

 5. જીવનમાં આગળ વધવા ચાણક્યનીતિ ખુબ જરૂરી છે

 6. કેવી રીતે હું મારો બ્લોગ ગુજરાતી માં લખી શકું મને મીલ કરો

 7. જીવન માં ઉતારવા જેવું છે જો એકવાર ઉતરી ગયું તો જેવાન જેવું સરળ બની જશે